રસિયો રુપાળો લાઇટ બિલ ભરતો નથી તેનો જવાબ પાટણ : પાટણ જીઈબી સિટી 1 ના એક કર્મચારી દ્વારા થોડા દિવસ પહેલા ગુજરાતી ગીત.. રસિયો રૂપાળો રંગરેલીયો... લાઈટ બિલ ભરતો નથી... ગીત સાથેનો એક વિડીયો ખુબ જ વાયરલ થવા પામ્યો છે. તેની સામે આ ગીતનો જવાબ આપતો ગીત ગાતો યુવાનનો વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ થવા પામ્યો છે જે પણ લોકોમાં આકર્ષણરુપ બન્યો છે.
આ પહેલાં વીજ કર્મીનો આવ્યો હતો વિડીયો : માર્ચ મહિનામા વીજ બીલના બાકી નાણાં વસુલ કરવા માટે પાટણ યુજીવેસીએલ કંપની દ્વારા વીજ ગ્રાહકોનો સંપર્ક કરી તેઓને બિલ ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા પાટણ જીઈબી સિટી 1 માં ફરજ બજાવતા લાઈનમેન કર્મચારીએ શહેરના વિવિધ વિસ્તારમાં બાકી વીજબિલના નાણાં ભરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોતાના સુમધુર કંઠે 'રસિયો રૂપાળો રંગરેલીયો' લાઈટ બિલ ભરતો નથી એ ગીત થકી લોકોને લાઈટ બિલ ભરવા માટે અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ થતા આ વિડીયો લોકપ્રિય બન્યો હતો.
આ પણ વાંચો Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વીડિયોની લોકપ્રિયતા વધી
હવે ગીતમાં યુવકે વીજ તંત્રની કરી ટીકા :ત્યારે આ ગીતના જવાબમાં એક યુવાને જીઈબી દ્વારા રોજ વધતા યુનિટના ભાવ અને લાઈટ બિલમાં તોતિંગ વધારો આવતો હોય તે મુદ્દે ગીતના માધ્યમથી વીજ તંત્રની ઝાટકણી કાઢતો વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ થયો છે.પાટણના વીજ કર્મચારી દ્વારા લાઈટ બિલ નહીં ભરતા વીજ ગ્રાહકોને જાગૃત કરવા રસીયો રૂપાળો લાઈટ બિલ ભરતો નથી તે પ્રકારે ગીત ગાતા અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વીજ તંત્ર દ્વારા અનિયમિત વીજળી અને કમર તોડ યુનિટના ભાવ વધારા સામે રોષ ભભૂકી ઉઠ્યો હોય તેમ રાજ્યના વિવિધ ગામોમાં ગ્રાહકો દ્વારા આ વીજ કર્મચારીના ગીત સામે સોશિયલ મીડિયામાં અવનવી કોમેન્ટો તેમજ ગીત ગાઈને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી વીજ તંત્રની ભારે ટીકા કરી રહ્યા છે.
રસિયો રૂપાળો બિલ કેમ ભરતો નથી તે ગાયું :હવે જે વિડીયો વાયરલ થયો છે તેમાં એક યુવાને વીજ કર્મચારીના વિડીયો સાથે ડિવેટ કરી વિડિયો વાયરલ કર્યો છે જેમાં તેણે રસીયો રૂપાળો લાઈટ બિલ કેમ નથી ભરતો તેનો જવાબ આપતો ગીતનો વિડીયો વાયરલ કર્યો છે. આમાં યુવાને ગીતના માધ્યમથી બિલ વધારે આવતું હોવાનો અને યુનિટના ભાવ વધતા હોવાથી રસિયો રૂપાળો બિલ ભરતો નથી તે પ્રકારેનું ગીત ગાયું છે જે સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ થયું છે.
આ પણ વાંચો Light Bill: પાટણમાં 3.06 કરોડનું વીજ બિલ બાકી, 6,000થી વધુ ગ્રાહકોએ નથી ભર્યું બિલ
આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી : પાટણમાં વીજ ગ્રાહકો સમયસર લાઈટ બિલ ભરે તે માટે વીજ કંપનીએ ગીતના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સિક્કાની બીજી બાજુ તેના પ્રત્યુતરમાં વીજ તંત્રની ટીકા કરતા વિડીયો અનેક વિસ્તારોમાંથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ વિડીયો કયા વિસ્તારનો છે તે જાણી શકાયું નથી.