હારીજ: હારીજ તાલુકાના બોરતવાડા ગામે સહકાર સંમેલનમાં વિપુલ ચૌધરીએ (Co-Operative Sector Vipul Chaudhari) ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે. સહકારી ક્ષેત્રમાં સરકારની દાનત (Protest against Govt policies) છેતરપિંડીવાળી છે એવી વાત તેમણે દાવા પૂર્વક કહી છે. વિસનગર વિધાનસભાના મંત્રીએ વિસનગરમાં મગફળી કૌભાંડ (Scam For Ground Nuts) આચર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા માટે વિપુલ ચૌધરી (દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન) ઉત્તર ગુજરાતના ગામેગામ અર્બુદા સેનાના રચનાત્મક સંગઠનના સહકારી સંમેલનો યોજી રહ્યા છે.
સહકારી ક્ષેત્રમાં ભાજપ સરકારની દાનત છેત્તરપિંડીવાળી છે, કૌભાંડ કરનારાઓ રાજીનામા આપે: વિપુલ ચૌધરી આ પણ વાંચો:સઈઝ GIDC માં દવા બનાવતી કંપનીમાં આગ, બ્રિગેડ કોલ જાહેર કરાતા ચાર જિલ્લાના ફાયર ટીમ દોડી
સરકાર ચંચુપાત કરે છે: આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પણ ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓને હેરાન કરાય છે. રવિવારે હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31મું સહકારી સંમેલન યોજાયું હતું. જેને સંબોધતા વિપુલ ચૌધરીએ વર્તમાન ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકાર સહકારી ક્ષેત્રમાં ચંચુપાત કરે તેનો વાંધો નથી. પણ સરકારની દાનત સાફ હોવી જોઈએ. સહકારી ક્ષેત્રમાં સરકારની દાનત છેતરપિંડીવાળી છે. ગુજરાતમાં કોંગ્રેસે ડેરી વિકાસ નિગમ બનાવ્યું હતું. તે ડેરી વિકાસ નિગમને આ સરકારે વેચી ખાધુ છે.
મગફળી ખરીદીમાં કૌભાંડ: છેલ્લા 15 મહિનાથી દૂધસાગર ડેરીમાં નિયામક મંડળની બે બેઠકો ખાલી પડી છે. પણ તેની ચૂંટણી કરવામાં નથી આવતી. મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને ચાલુ વર્ષે ઐતિહાસિક નુકસાન થશે. મગફળી વિસનગરમાં ક્યાંય થતી નથી છતાં પણ મગફળીની ખરીદી થાય છે. વિસનગર માર્કેટ યાર્ડના જે તે સમયના અધ્યક્ષ અને હાલમાં સરકારના મંત્રીએ ભેગા થઈ કાંડ કર્યા છે. મગફળી ખરીદીમાં કૌભાંડ કર્યા છે. શિક્ષણ ક્ષેત્રે કૌભાંડ કર્યા છે.
સહકારી ક્ષેત્રમાં ભાજપ સરકારની દાનત છેત્તરપિંડીવાળી છે, કૌભાંડ કરનારાઓ રાજીનામા આપે: વિપુલ ચૌધરી આ પણ વાંચો:વિધાનસભા 2022 ચૂંટણી પહેલા કરણી સેના કરશે મહા સંમેલન, સમાજની તાકાત બતાવવાનો મુખ્ય ઉદ્દેશ
રાજીનામું આપો: સહકારી ક્ષેત્રે કૌભાંડ કરનારાએ નૈતિકતાના ધોરણને ધ્યાને લઈ રાજીનામું આપી દેવું જોઈએ. જ્યારે ધારાસભ્ય કિરિટ પટેલે ઉમેર્યું કે, ઘણા સમયથી સરકાર સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓને હેરાન કરવાના પ્રયાસો કરે છે. ગુજરાતના ગામડાઓ,ગરીબ અને છેવાડાના લોકોને આર્થિક રીતે પગભર કરવાનું કામ સહકારી સંસ્થા કરે છે. પણ અત્યારે સહકારી ક્ષેત્રનું વેપારીકરણ થઈ ગયું, ખાનગીકરણ થઈ રહ્યું છે. જેનાથી ભાવિ પેઢીને નુકસાન થશે. ગ્રામ્ય ક્ષેત્રના અર્થતંત્ર પર એની માઠી અસર થશે. વિના સહકાર નહીં ઉદ્ધારનો સિદ્ધાંત બદલી ગયો છે. અત્યારે વિના સરકાર નહીં સહકાર એ સુત્ર સરકાર સ્વીકારવા જઈ રહી છે.