- ભાજપમાં પરિવારવાદ નથી : રજની પટેલ
- પાર્ટી નાનામાં નાના કાર્યકરની કરે છે દરકાર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ તરફી મતદાન કરાવવા કાર્યકરોને કર્યો અનુરોધ
- સત્કાર સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- ડીજેના સંગીત સાથે બાઇક રેલી યોજાતા ઉઠ્યા અનેક સવાલો
પાટણ : શહેરના ગોપી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી સત્કાર સમારંભમાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ ત્રણેય નવનિયુક્ત પદાધિકારીઓને પાઘડી, સાલ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. સન્માન સમારંભને સંબોધતા પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પરિવારવાદથી ઉપર ઉઠી દરેક કાર્યકરોને તક આપે છે. જેમાં નાનામાં નાના કાર્યકરની પણ કદર કરી તેને ઉચ્ચ હોદ્દાઓ આપે છે.
દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અડગ વિશ્વાસ છે
દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન પર આડકતરી ઇશારો કરતા રજની પટેલે જણાવ્યું હતું કે, દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અડગ વિશ્વાસ છે. ત્યારે કેટલાક દેશ વિરોધી તત્ત્વો આડખીલીરૂપ બની સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય, તે માટે આહવાન કરી ગુલામી સમયે દેશ માટે મરતા હતા, જ્યારે આ ચૂંટણીમાં દેશ માટે જીવવા ભાજપ તરફી મતદાન કરવા કાર્યકરોને આહવાન કર્યું હતું.
- કોરોના રસીનો વિરોધ કરનારાઓને કેબિનેટ પ્રધાને આતંકવાદીઓ સાથે સરખાવ્યા
- દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન સહિત 50 લોકો ભાજપમાં જોડાયા