પાટણઃ શહેરના કંસાડા દરવાજા વિસ્તારમાં આવેલી વનરાજ પ્રાથમિક શાળામાં વિધાસહાયકોની ભરતી માટે (Vidya Sahayak Recruitment 2022 ) રીસીવિંગ સેન્ટર ઉપર મોટી સંખ્યામાં ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. જેને લઇને સેન્ટર પર ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. વિદ્યાસહાયક ભરતીમાં 14 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો અરજી કરી શકશે. અત્યાર સુધી 1036થી વધુ ફોર્મ (Recruitment of education assistant in Patan) ભરાયા છે.
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનું રિસિવિગ સેન્ટર
ઘણા સમયથી વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી નથી. ત્યારે સરકારે ફરી એકવાર વિદ્યાસહાયકોનીભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી છે જેને લઇને સમગ્ર રાજ્યમાં ઉમેદવારો (Vidya Sahayak Recruitment 2022 ) ફોર્મ ભરવા માટે રીસીવિંગ સેન્ટર ઉપર જઈ રહ્યા છે. જેને લઇ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પાટણ શહેરની વનરાજ પ્રાથમિક શાળામાં પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રિસિવિગ સેન્ટર (Recruitment of education assistant in Patan) ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 4 વર્ગમાં રિસિવિગ રાખ્યું છે. જ્યાં ઉમેદવારે ફોર્મ ભરવા આવી રહ્યા છે. વિદ્યાસહાયકની 3300 જગ્યા માટે અત્યાર સુધીમાં પાટણ સેન્ટર ઉપર 1036 વધુ ઉમેદવારોએ વિદ્યાસહાયક માટેનાં ફોર્મ ભર્યાં છે.