ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાફિકના નવા નિયમ બાદ PUC સેન્ટર પર વાહન ચાલકોનો ઘસારો - પાટણ શહેરમાં માત્ર બે PUC સેન્ટરો

પાટણ: રાજ્યમાં સોમવારથી મોટર વ્હીકલ એકટનો નવો કાયદો અમલી થયો છે. જેને લઈ વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસુલવામાં આવી રહી છે, ત્યારે પાટણ શહેરના PUC સેન્ટરો પર PUC સર્ટી લેવા માટે સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. જેને લઈને વાહન ચાલકોને ભારે હલાકીઓ ભોગવવી પડી હતી.

etv bharat patan

By

Published : Sep 16, 2019, 8:15 PM IST

સરકાર દ્વારા સોમવારથી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમનના સુધારેલા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ શહેર સહિત જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસુલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇ વાહનમાં દંડની વધેલી અસહ્ય રકમને લઈ વાહન ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે, ત્યારે પાટણ શહેરમાં આવેલ PUC સેન્ટર પર PUC સર્ટિફિકેટ લેવા માટે વાહન ચાલકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

પાટણમાં PUC સેન્ટરો પર વાહન ચાલકોનો ઘસારો

પાટણ શહેરમાં માત્ર બે PUC સેન્ટરો આવેલા છે. આ બે સેન્ટરો પર સવારથી જ વાહન ચાલકોએ PUC સર્ટી લેવા માટે લાઈનો લગાવી હતી અને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. જેથી વાહનચાલકો પાટણમાં PUC સેન્ટરોની સંખ્યા વધારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તે સાથે-સાથે સરકારના આ અભિગમને પણ આવકારે છે. તેમજ માત્ર વાહન ચાલકોનો સમય બચે તે પ્રમાણેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details