રાજ્ય સરકાર દ્વારા અમલમા મુકેલા નવા મોટર વ્હીકલ એક્ટને પગલે પોલીસ અને RTO અધિકારીઓ દ્વારા ચુસ્તપણે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ લાયસન્સ, પીયૂસી, પાસિંગ સહિતના દસ્તાવેજો મેળવવા અરજદારો RTO કચેરી ખાતે આવતા કચેરીમા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. નવા લાયસન્સ માટે અરજદારો વાહન ટેસ્ટ આપવા અને રીન્યુ કરાવવા માટે મોટી સંખ્યામા આવી રહ્યા છે. જેને લઈ કચેરી ખાતે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.
પાટણ RTO કચેરીમાં વાહન ચાલકોનો ઘસારો
પાટણ: નવા સુધારેલ મોટર વ્હિકલ કાયદાને લઈ પાટણ RTO કચેરીના લાયસન્સ લેવા માટે અરજદારોનો ભારે ઘસારો રહ્યો હતો.
RTO કચેરીમાં વાહન ચાલકોનો ઘસારો
RTO કચેરી ખાતે અગાઉ દિવસ દરમિયાન 15થી 20 ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાતા હતાં. જ્યારે હાલમાં 50થી વધુ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. જેને કારણે હાલમાં વાહનચાલકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.