ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે પાટણના વીર મેઘમાયા મેમોરિયલ ફાઉન્ડેશનને રૂપિયા 4.35 કરોડ ફાળવ્યા - Patan

પાટણમાં આવેલા આવેલા શ્રી વીર મેઘમાયા સ્મારકના નવનિર્માણ માટે રાજ્ય સરકારે રૂપિયા 4.36 કરોડ ફાળવ્યા છે. વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન અને અમદાવાદ લોકસભાના સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ નવનિર્માણ માટે ફંડ ફાળવવા મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને દરખાસ્ત કરી હતી. જેને ધ્યાનમાં લઈને બીજા તબક્કાના બાકીના કામો માટે સરકાર દ્વારા રકમની ફાળવણી કરવામાં આવી છે.

સરકારે પાટણના વીર મેઘમાયા મેમોરિયલ ફાઉન્ડેશનને રૂ. 4.35 કરોડ ફાળવ્યા
સરકારે પાટણના વીર મેઘમાયા મેમોરિયલ ફાઉન્ડેશનને રૂ. 4.35 કરોડ ફાળવ્યા

By

Published : Sep 23, 2020, 9:04 PM IST

પાટણઃ આજથી 900 વર્ષ પહેલા પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં પાણીની સમસ્યા દૂર કરવા વીર મેઘમાયાએ લોકહિતાર્થે સ્વેચ્છાએ બલિદાન આપ્યું હતું. તેમના બલિદાનની આ ગાથા ચિરંજીવી બને તે માટે તેમના સ્મારકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વિકાસ માટે અંદાજિત રૂપિયા 7 કરોડથી વધુની રકમ પૈકી પહેલા તબક્કામાં ફાળવવામાં આવી હતી. જ્યારે રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ બાદ બીજા તબક્કાના વિકાસ કામ માટે વધુ રૂપિયા 4.35 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

અત્યાધુનિક સુવિધાઓયુક્ત આ સ્મારક ભવનમાં થ્રીડી મૂવી થિયેટર, રિસર્ચ સેન્ટર, કમ્યુનિટી હૉલ પણ હશે. આ ઉપરાંત મંજૂર કરવામાં આવેલી ગ્રાન્ટમાંથી આગામી સમયમાં સોલર પ્લાન્ટ, સોવેનિયર શૉપ, પબ્લિક સ્ટૉલ સહિતના બાકી કામો હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details