ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona vaccination Update - પાટણમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોના વેક્સિનેશનનો પ્રારંભ - patan civil hospital

પાટણમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોના વેક્સિનેશન ( vaccination for above 18 ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇને કોરોના વેક્સિન ( corona vaccine ) લેવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેર-જિલ્લાના 25 વેક્સિનેશન સેન્ટર્સ ( vaccination centers ) પરથી વેક્સિન આપવાની  શરૂઆત કરવામાં આવી છે. દરેક સેન્ટર પર 200 લોકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

vaccination-for-above-18-started-in-patan-from-friday
vaccination-for-above-18-started-in-patan-from-friday

By

Published : Jun 4, 2021, 4:52 PM IST

  • જિલ્લાના 25 vaccination centers પર યુવાનો ઉમટ્યા
  • દરેક vaccination centers પર લાંબી લાઈનો લાગી
  • યુવાનોમાં corona vaccine લેવા માટે અનેરો ઉત્સાહ


પાટણ : સમગ્ર રાજ્યની સાથે આજે શુક્રવારે પાટણ જિલ્લામાં પણ 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોના વેક્સિનેશન ( vaccination for above 18 ) શરૂ કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના 25 vaccination centers પર મોટી માત્રામાં યુવાનો વેક્સિન લેવા માટે ઉમટી પડ્યા હતા. રજીસ્ટ્રેશન કરાવેલા વ્યક્તિઓનું આધારકાર્ડ જોઈ વેક્સિન આપવામાં આવી હતી. પાટણમાં ટીબી હોસ્પિટલ, શિશુ મંદિર શાળા,રેડક્રોસ ભવન અને જનરલ હોસ્પિટલ ખાતે vaccination centers કાર્યરત કરવામાં આવ્યા છે.

પાટણમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે કોરોના વેક્સિનેશનનો પ્રારંભ

vaccination centers ની પાટણ પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી

તમામ vaccination centers પર લાંબી કતારો જોવા મળી હતી. ચૂંટણી સમયે મતદાનમાં લોકો વોટિંગ માટે લાઈનોમાં ઉભા રહેતા હોય એમ corona vaccine માટે પણ પોતાનો નંબર આવે ત્યાં સુધી લાઈનમાં ઊભા રહીને vaccination કરાવ્યું હતું. શહેરના વિવિધ vaccination centers ની પાટણ પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પાટણ સિવિલ હોસ્પિટલ ( patan civil hospital ) ખાતેના vaccination center પર મોટા પ્રમાણમાં યુવાનોએ વેક્સિન લીધી હતી અને પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વેક્સિન એક જ ઉપાય છે. વેક્સિન વિશેની ખોટી અફવાઓ ચાલી રહી છે, તે તદ્દન ખોટી છે. જેથી ખચકાયા વગર અવશ્ય વેક્સિન લેવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details