પાટણ: શહેરના કસાવાડા રોડ ઉપર એક કિશોર ચાઇનીઝ દોરીવાળો (Sale of Chinese String In Patan) પતંગ લૂંટવા જતા દોરી ઈલેક્ટ્રિક વાયર (Electric dp in Patan)માં ભરાઈ જતા વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે મોતને ભેટ્યો હતો. કિશોરને વીજ કરંટ લાગતાં જ આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ તેને વીજ કરંટથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
પાટણમાં ચાઇનીઝ દોરીનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું
પાટણ વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતાને કારણે પાટણ શહેરમાંઉત્તરાયણ (Uttarayan 2022 Patan)પૂર્વે ચાઇનીઝ દોરીનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું અને આ દોરીથી ઉત્તરાયણના દિવસે નાના-મોટા અકસ્માતો (Accidents During Uttarayan In Gujarat)ના બનાવો પણ બન્યા હોવાનું સામે આવ્યુ છે. આ ચાઇનીઝ દોરીથી વીજ કરંટ લાગતા એક કિશોરનું મોત (Death due to electric shock In Patan) પણ થયું છે.
આ પણ વાંચો:Uttarayan 2022 Gujarat: કોરોનાને લઇને લોકોને સંદેશ આપવા કચ્છના પતંગબાજે 80 ફૂટ લાંબો પતંગ ચગાવ્યો