પાટણ: હવામાન ખાતા (meteorological department gujarat)ની આગાહીને ધ્યાને લઇ પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી (district agriculture officer patan)એ વાદળછાયા વાતાવરણ (Cloudy atmosphere in gujarat) અને કમોસમી વરસાદ (Unseasonal Rains In Gujarat)ને પગલે જિલ્લાના ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. હવામાન વિભાગની 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહીને પગલે પાટણજિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના ખેડૂતોને અગમચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે.
પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા અનુરોધ કર્યો
પાટણ જિલ્લામાં રવિ સીઝનમાં (rabi season in gujarat) 17,9,154 હેકટરમાં વાવેતર થયું છે. જેથી ખેતી પાકો (rabi crops in gujarat)માં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. વીણી કરેલા શાકભાજી (vegetable farming in gujarat) કે કાપણી કરેલા પાક હોય તો વરસાદથી પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા અનુરોધ કરાયો છે. તો ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, ફળો શાકભાજીને ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા, વધુ પ્રમાણમાં કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં ઊભા પાકોમાં પાણી ભરાયું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા પણ ખેડૂતોને અનુરોધ કરાયો છે.