પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદનું આગમન પાટણ:હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં મૌસમે મિજાજ બદલ્યો છે. વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારે સવારે વરસાદનું આગમન થયું હતું. વાતાવરણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો એકાએક વરસાદી વાતાવરણ સર્જાયું હતું.
વરસાદી ઝાપટા પડતાં માર્ગો ભીંજાયા વરસાદી માહોલને લઇને જનજીવન પ્રભાવિત:રાધનપુર, સાંતલપુર અને વારાહી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે માવઠું થયું હતું. માવઠાથી ઠંડીનો પારો વધારે નીચે જતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. પાટણ સહિત જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણથી વરસાદી માહોલને લઇને જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું. તો બીજી તરફ ખેતી પાકોને લઈને જગતનો સાથ ચિંતાગ્રસ્ત બન્યો છે.
માવઠાની અસર રવિ પાકો ઉપર નહીં થાય:પાટણ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને લઈને જિલ્લા ખેતીવાડી અધિકારી એમ એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં 69 હજાર હેક્ટરમાં રવી પાકોનું વાવેતર થયું છે. હાલમાં રાધનપુર પંથકમાં 8 એમ.એમ વરસાદ નોંધાયો છે. બાકીના તાલુકાઓમાં વરસાદી છાંટા પડ્યા છે. હાલમાં પાક ઉગવાના સ્ટેજ ઉપર છે જેથી ખેતી પાકોને કોઈ નુકસાન થાય તેવું નથી. ઘઉં રાયડો એરંડા સહિતના પાકોને ભેજના કારણે ફાયદો થશે. ચાર ઇંચ થી વધુ વરસાદ થાય તો પાકોને નુકસાન થવાની ભીતિ છે, હાલ તો માવઠાની અસર રવિ પાકો ઉપર નહીં થાય.
જો કે હવામાન વિભાગની આગાહી કરી પ્રમાણે આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે.
- કમોસમી વરસાદની વચ્ચે ભાવિકોએ કરી લીલી પરિક્રમા, જાણો કેવો રહ્યો અનુભવ
- લીલી પરિક્રમાના અંતિમ દિવસે કમોસમી આફત, જંગલ વિસ્તારમાં વરસાદ પડતાં પરિક્રમાર્થીઓને મુશ્કેલી સાથે મોજ