ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના વારાહી પંથકમાં માર્ગો ઉપર છવાઈ બરફની ચાદર, જમ્મુ કાશ્મીર જેવા સર્જાયો દ્રશ્યો - પાટણમાં વરસાદ

પાટણ શહેર સહિત જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વારાહી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડતા જનજીવન પ્રભાવિત થયું હતું અને માર્ગો પર ઠેર ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી.

પાટણના વારાહી પંથકમાં માર્ગો ઉપર છવાઈ બરફની ચાદર,
પાટણના વારાહી પંથકમાં માર્ગો ઉપર છવાઈ બરફની ચાદર,

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 3:37 PM IST

વારાહી પંથકમાં કરા સાથે વરસાદ

પાટણ:હવામાન વિભાગ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. પાટણ જિલ્લાના નવ તાલુકા પૈકી સાત તાલુકાઓમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થવા પામ્યું છે. તો માવઠાની સાથે બરફના કરા પડતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

કરા સાથે ધોધમાર વરસાદ

માર્ગો પર છવાયો બરફ:પાટણ, રાધનપુર, શંખેશ્વર, સાંતલપુર અને સરસ્વતી પંથકમાં કમોસમી વરસાદ થવા પામ્યો છે. તો વારાહી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વારાહી પંથકમાં થયેલા કરા સાથેના વરસાદને લઈને રોડ રસ્તા ઉપર બરફના કરા પડતાં લોકો અચરજ પામ્યા હતા. માર્ગો ઉપર જાણે બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકોએ જમ્મુ કાશ્મીરના ઠંડા વાતાવરણની અનુભૂતિ કરી હતી. તો પાટણ પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા અંધારપટ છવાયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ:જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉભા પાકો અને તૈયાર થયેલા પાકોને ભારે નુકસાનની ચિંતા સતાવી રહી છે. વારાહી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણે કપાસ, રાઈડો, જીરું, દિવેલા, ઘઉં, ચણા અને તમાકુના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

પાટણના વારાહી પંથકમાં વરસાદી ઝાપટું

કેટલો પડ્યો વરસાદ: પાટણ જિલ્લામાં થયેલ કમોસમી વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો રાધનપુર તાલુકામાં 18 mm, સાંતલપુરમાં 17mm, પાટણમાં 14 mm, ચાણસ્મામાં 5 mm, શંખેશ્વરમાં 2 mm અને સરસ્વતી તાલુકામાં 18 એમએમ વરસાદ નોંધાયો છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  1. ભરશિયાળે જામ્યું ચોમાસું; ગુજરાતના જિલ્લા બન્યા હિલ સ્ટેશન, ઠંડીમાં 4 ડિગ્રીનો થશે વધારો
  2. બારડોલીમાં કમોસમી વરસાદ, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ

ABOUT THE AUTHOR

...view details