ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં સાર્વત્રિક 155 mm વરસાદ નોંધાયો - Rain in Patan Panth

પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ મહેર કરતા સર્વત્ર અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી ખરીફ પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

Universal rainfal
પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

By

Published : Aug 12, 2020, 5:58 PM IST

પાટણઃ શહેર સહિત જિલ્લામાં બુધવારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યાં બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં બે ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રેલવે અન્ડરબ્રીજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો.

પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

આ ઉપરાંત શહેરના ચોકડી તાલી બજાર, ટેલિફોન એક્સચેન્જ, કર્મભૂમિ પાળવા સર્કલ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

જિલ્લામાં સવારે 6થી 4 વાગ્યા સુધીમાં 155 MM વરસાદ નોંધાયો છે. જેમાં પાટણ તાલુકામાં 42 MM, સરસ્વતીમા 50 MM, સિદ્ધપુરમાં 55 MM, રાધનપુરમાં 6 MM અને ચાણસ્મા તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના હારીજ, સાંતલપુર,અને સમી તાલુકાઓ કોરા રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details