- ચાણસ્વાનાં લણવા ગામે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સભાને સંબોધી
- કેન્દ્રીય પ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની આપી માહિતી
- જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો કબજે કરવા કર્યો અનુરોધ
પાટણમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જાહેરસભા સંબોધી - સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપનાં સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં સભાઓ યોજી રહ્યા છે. એવામાં કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પાટણનાં ચાણસ્મા તાલુકામાં આવેલા લણવા ગામે જાહેર સભાને સંબોધી હતી.
પાટણમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જાહેરસભા સંબોધી
પાટણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચારનો પ્રારંભ થતાં જ રેલીઓ અને સભાઓ થકી મતદારોને આકર્ષવા વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા શક્તિ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે મંગળવારે ચાણસ્મા તાલુકાના લણવા ગામે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.