ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય પ્રધાન પિયુશ ગોયલ આજથી પાટણની મૂલાકાતે, આ મુદ્દો બનશે અગ્રેસર

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ આજથી પાટણ જિલ્લાની મુલાકાતે છે. બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લેશે. જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પોંહચ્યો છે તે અંગેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. Union Minister Piyush Goyal visit to Patan, Gujarat Assembly Election 2022, Historical places of Patan

કેન્દ્રીય પ્રધાન પિયુશ ગોયલ આજથી પાટણની મૂલાકાતે
કેન્દ્રીય પ્રધાન પિયુશ ગોયલ આજથી પાટણની મૂલાકાતે

By

Published : Aug 21, 2022, 12:20 PM IST

પાટણ આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે (Gujarat Assembly Election 2022). તેને અનુલક્ષીને અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા મીટીંગો, જન સંપર્ક, ડોર ટુ ડોર ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજથી કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ બે દિવસીય પાટણની મુલાકાતે આવ્યા છે (Union Minister Piyush Goyal visit to Patan). તેમના પ્રવાસ દરમ્યાન તેઓ પાટણ જિલ્લાના વિકાસની વિગતો અધિકારીઓ પાસેથી મેળવશે. પ્રથમ દિવસે તેઓ રાજકીય કાર્યક્રમોમાં સહભાગી બનશે. જે બાદ સાંજે પાટણ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.

આ પણ વાંચો મંદિરમાં આરતી કરતા પૂજારીના પગે વાંદરાએ બચકા ભર્યા

બે દિવસના પ્રવાસે પાટણ ભવ્ય ઐતિહાસિક ધરોહર ધરાવતી નગરી છે ( Historical places of Patan ). કેબિનેટ પ્રધાન પિયુષ ગોયલ બીજા દિવસે સવારે રાણકી વાવની મુલાકાતે લેશે. જે બાદ પાટણની ઓળખ એવા પટોળા હાઉસની મુલાકાતે જશે. પટોળા હાઉસની મુલાકાત બાદ તેઓ નગર દેવી કાલિકા માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી પાટણ તાલુકાના ભદ્રાડા ગામે જવા રવાના થશે. જ્યાં તેઓ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કરશે.

આ પણ વાંચો ચાલુ ટ્રેનમાંથી ઉતરવું વૃદ્ધાને ભારે પડ્યુ, RPFની સતર્કતા કામ આવી

લાભાર્થીઓ જોડે કરશે સંવાદ જિલ્લા કલેકટર ઓફિસે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જીલ્લાની વિકાસ સંબંધિત માહિતીથી કેન્દ્રીય પ્રધાનને અવગત કરશે. જે બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ પોતાના પાટણ જિલ્લાના પ્રવાસ દરમ્યાનની વિગતો મામલે મીડિયા મિત્રો સાથે સંવાદ કરી પોતાના પ્રવાસની પૂર્ણાહુતિ કરશે.

ABOUT THE AUTHOR

...view details