- કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહનો આજે છે જન્મદિવસ
- ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા દેશભરમાં કરાઈ રહી છે ઉજવણી
- પાટણ શહેર ભાજપ દ્વારા અમિત શાહના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ
પાટણઃ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ગુરુવારના રોજ જન્મદિવસ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ શહેર ભાજપ દ્વારા પણ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.
કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યા ભાજપના કાર્યકરોએ અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરી
અમિત શાહના જન્મદિવસની ઉજવણી દરમિયાન પાટણ જિલ્લા પ્રભારી મયંક નાયક, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિતના આગેવાનો કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત જલારામ મંદિર ખાતે દરીદ્ર નારાયણોને તિથિ ભોજન તેમજ નવા બસ સ્ટેશન વિસ્તારમાં નમો રથ દ્વારા જરૂરિયાત મંદોને વિનામૂલ્યે ભોજન આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યા હારીજ, ચાણસ્મા, રાધનપુર તાલુકામાં પણ કેન્દ્રીય ગૃહપ્રધાનના જન્મદિવસની ઉજવણી
પાટણ ઉપરાંત હારીજ, ચાણસ્મા, રાધનપુર તાલુકા મંડળમાં પણ કાર્યકરો દ્વારા સેવાકીય કાર્યો કરી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાટણમાં કેન્દ્રીય ગૃહ પ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઈ