ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રાજકારણ ગરમાયું, નગરસેવકોની ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને નોટીસ - ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી

પાટણઃ નગરપાલિકાની સામાન્ય સભામાં ગેરહાજર રહેલા 2 મહિલા કૉર્પોરેટરોને ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા બન્ને મહિલા કૉર્પોરેટરોએ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખને વકીલ મારફતે નોટીસ પાઠવતા કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે.

congress

By

Published : Nov 1, 2019, 7:18 PM IST

પાટણ નગરપાલિકામાં ગત્ તારીખ 9મી ઑક્ટોબરના રોજ મળેલી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષમાંથી એક મુસ્લિમ અને એક અનુસૂચિત જાતિ તેમ 2 મહિલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતાં. તેમને પાટણના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.

પાટણમાં રાજકારણ ગરમાયું, નગરસેવકોની ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને નોટીસ

આ સંદર્ભે મહિલાઓએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતુ કે, ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અમારી ઉપર પૂર્વગ્રહ રાખી સસ્પેન્ડ કર્યા છે. જો કે, આ બન્નેને સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર નથી, છતાં કોઈ પણ જાતની નોટીસ કે ખુલાશા પૂછ્યા વિના સસ્પેન્ડ કર્યા છે. આ માટે વકીલ મારફતે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને નોટીસ પાઠવી છે. કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોએ નોટીસો આપતા ફરીવાર પાટણમાં કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોએ કરેલા આક્ષેપોને પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે નકાર્યા હતા અને જણાવ્યું હતું કે આ બે મહિલાઓને સસ્પેન્ડ કરવામાં મારી કોઈ ભૂમિકા નથી. જિલ્લા પ્રમુખે મને જાણ કરતા જિલ્લા પ્રમુખના લેટર પેડ પર કાઉન્ટર સહી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને પક્ષના આદેશથી જ જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details