પાટણ: જિલ્લાના ચાણસ્મા તાલુકાના રેલવેપુરા ગામના ઠાકોર રાહુલ અને ઠાકોર ચિરાગ બાઈક લઈ ચાણસ્મા ખાતે આઈ.ટી.આઈના પ્રવેશ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા. ત્યારે, હાઈવે પર પુરઝડપે આવી રહેલા ટર્બો ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બંને વિદ્યાર્થીઓ રોડ પર ફંગોળાયા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંને વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.
પાટણના ચાણસ્મા હાઇવે પર ટ્રકની ટક્કરે બાઇક સવાર બે વિદ્યાર્થીઓના મોત - Two students riding a bike in patan
પાટણ જિલ્લાના ચાણસ્મા નજીક હાઇવે પર ટ્રક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર બે આશાસ્પદ વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. વિદ્યાર્થીઓના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મોબાઇલ ફોનના આધારે બન્નેની ઓળખ કરી પરિવારજનોને જાણ કરી હતી. બંને વિદ્યાર્થીઓના મોતથી પરિવારજનોમાં આઘાતની લાગણી ફેલાઇ હતી.
પાટણ જિલ્લાના હાઈવે માર્ગ પર રેતી ભરી આવતા ટર્બો ટ્રકો અવારનવાર અકસ્માતો સર્જે છે. રેતીના વધુ ફેરા કરવાની લહાયમાં પુરઝડપે દોડતા ટર્બો ચાલકો સામે પગલાં ભરવા અને ગતિ નિયંત્રણ કરવા અનેક વખત રજૂઆતો થયેલી છે. છતાં પોલીસ અને આરટીઓ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા સમય અંતરે ગંભીર અકસ્માતોના બનાવો બને છે.