ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણનાં 2 આર્મી જવાનો સેનામાં જવા ઈચ્છતા યુવકોને આપે છે વિનામૂલ્યે ફિઝકલ ફિટનેસ ટ્રેનિંગ - પાટણનાં ન્યૂઝ

દેશની સુરક્ષા કરવા અને દેશપ્રેમ સતત ધબકતો રાખવા અનેક યુવાનો સુરક્ષા દળો માં જવાના સપના સેવતા હોય છે પણ ટ્રેનિંગ ના અભાવે તેઓ ના સપના સપના જ બની રહે છે જો કે પાટણના વતની અને ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા બે જવાનોએ આવા સપના સેવતા યુવાનોને વિનામૂલ્યે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરતા આજે યુવાનોનાં સપના સાકાર થવા જઈ રહ્યા હોવાનો આત્મવિશ્વાસ કાયમ બન્યો છે.

પાટણમાં આર્મી જવાનો યુવકોને આપે છે વિના મૂલ્યે ફિઝકલ ફિટનેસ ટ્રેનિંગ
પાટણમાં આર્મી જવાનો યુવકોને આપે છે વિના મૂલ્યે ફિઝકલ ફિટનેસ ટ્રેનિંગ

By

Published : Jan 22, 2021, 12:32 PM IST

● લશ્કરી દળોમાં ભરતી થવા ઉત્સુક યુવાનો ને આપી રહ્યા છે તાલીમ
● રજાના દિવસોમાં પણ આ બંને યુવાનો દેશ માટે કરી રહ્યા છે કામ
● લશ્કરી દળોમાં ભરતી થવા માટે યુવાનોને તકલીફ ન પડે તે માટે આપી રહ્યા છે તાલીમ

પાટણ: ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવતા અને થોડાક દિવસોથી રજા પર પોતાના માદરે વતન પાટણ આવેલા બે જવાનો અકીલભાઈ કુરેશી અને નિલેશકુમાર ભીલ પોતાના વિસ્તારમાંથી PSI, PI, આર્મી તેમજ BSFમાં જવા માંગતા યુવાનોને વિનામૂલ્યે ફિઝિકલ તાલીમ આપવા માટે આગળ આવ્યા છે. આ બંને આર્મી જવાનો વર્ષો પહેલા ભારતીય સુરક્ષા દળમાં ભરતી થવા માટે આ જ મેદાન પર પ્રેક્ટિસ કરતા હતા. પરંતુ યોગ્ય માર્ગદર્શન મળતું ન હતું. જોકે તેઓ કઠિન પરિશ્રમ બાદ તેઓ આર્મીમાં ભરતી પણ થયા અને હાલમાં જમ્મુ-કાશ્મીર ખાતે સેવા પણ આપી રહ્યા છે. ત્યારે તેઓને જે રીતે તાલીમના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે અન્ય યુવાનોને પણ કરવો ન પડે તે માટે તેઓએ યુવકોને તાલીમ આપવાની શરૂઆત કરી છે.

પાટણનાં 2 આર્મી જવાનો સેનામાં જવા ઈચ્છતા યુવકોને આપે છે વિનામૂલ્યે ફિઝકલ ફિટનેસ ટ્રેનિંગ
રોજ 2થી 3 કલાક માટે અપાય છે તાલીમહાલમાં મેદાન ખાતે ૫૦ થી વધુ યુવાનોને રોજ સવારે બેથી ત્રણ કલાક ફિઝિકલની સાથે સાથે લેખિત પરીક્ષાની ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. જેના કારણે યુવાઓનું મનોબળ મજબૂત બન્યું છે. સાથે જ આ બંને ભારતીય જવાનોની દેશપ્રેમની ભાવના જોઇ લોકો પણ તેઓનાં આ ભગીરથ કાર્યને બિરદાવી રહ્યા છે. આ બંને યુવાનો પૈકી અકીલ કુરેશી હાલમાં જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવી રહ્યા છે અને નિલેશકુમાર ભીલ કે જેવો તાજેતરમાં જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવીને હાલમાં અમદાવાદ પોસ્ટિંગ થયું છે. આ બંને મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી નોકરી પરથી પરિવાર સાથે રહેવા માટે રજા પર આવેલા હતા અને પાટણના યુવાનો પણ સુરક્ષા દળો માં સેવા આપવા સક્ષમ બને તેવા નિર્ધાર સાથે કોઇપણ પ્રકારનો ચાર્જ લીધા વગર વિનામૂલ્યે યુવાનોને તાલીમ આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details