ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ભેખડ પડતાં બે મજૂર દટાયા, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી - પાટણમાં ભેખડ પડતાં બે મજૂર દટાયા

પાટણ શહેરમાં ભગવતીનગર પાસે સાબરમતી ગેસની લીકેજ પાઇપલાઇનના સમારકામ દરમિયાન એકાએક ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા (Two laborers were crushed) હતા. મજૂરોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

Two laborers were crushed
Two laborers were crushed

By

Published : Jan 31, 2022, 2:01 PM IST

પાટણ:શહેરના વિવિધ વિસ્તારોમાં જીઓ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે શુક્રવારે રાત્રિ દરમિયાન શહેરના જૂના બસ સ્ટેશન પાસે ભગવતી નગરના માર્ગો ઉપર જીઓ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બાજુમાંથી પસાર થતી સાબરમતી ગેસ પાઇપલાઇન લીકેજ થઇ હતી. જેના કારણે જીઓ કંપનીવાળાઓએ તાત્કાલિક કામગીરી બંધ કરી હતી અને આ બાબતે સાબરમતી ગેસ એજન્સીને જાણ કરી હતી.

પાટણમાં ભેખડ પડતાં બે મજૂર દટાયા, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: અમદાવાદના નારણપુરામાં ભેખડ ધસી પડતા બે મજૂરોના મોત

બે મજૂરો રેતીના કાટમાળ નીચે દટાયા

શનિવારે આ લીકેજ પાઇપલાઇનનું સમારકામ કંપનીના માણસો દ્વારા કરવામાં આવી હતું. તો બીજી તરફ જીઓ (JIO) કંપનીના માણસો પણ લાઈન ફીટ કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ભેખડ ધસી (A cliff fell in Patan) પડતાં કામ કરી રહેલા બે મજૂરો (Two laborers were crushed) રેતીના કાટમાળ નીચે દટાયા હતા. જેને લઈને આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.

પાટણમાં ભેખડ પડતાં બે મજૂર દટાયા, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: Gold mine collapses in Sudan: સુદાનમાં સોનાની ખાણની ભેખડ ધસી પડતા 38 લોકોના મોત

બન્ને મજૂરોનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો

ખાડામાં કામ કરી રહેલા જીઓ (jio) કંપનીના બે મજૂરો ગોવિંદ પ્રહલાદભાઈ આદિવાસી અને સોનુ રમેશભાઈ આદિવાસીને ભેખડની માટી નીચેથી બહાર કાઢી તેઓને 108 મારફતે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બન્ને મજૂરોનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે ગેસ પાઇપલાઇન લીકેજ મામલે વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ કરી દેવાતા રહીશોને મુશ્કેલીઓ ભોગવવી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details