ગુજરાત

gujarat

ETV Bharat / state

પીપળી નજીક ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઇવર સહિત 2 લોકોના મોત - કંડલા બંદર

પાટણના પીપળી ગામે હાઇવે માર્ગ નજીક રવિવારે વહેલી સવારે ટ્રેલરમાં એકા-એક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રેલર ચાલક સહિત બે લોકોના મોત થયા હતા.

Etv Bharat, GujaratI News, Patan News
Patan News

By

Published : Jun 7, 2020, 3:50 PM IST

પાટણઃ જિલ્લાના રાધનપુર તાલુકાના પીપળી ગામ પાસે હાઈવે માર્ગ પર વહેલી સવારે ટ્રેલરમાં એકા-એક આગ લાગતા ટ્રેલર ચાલક અને કંડકટર બળીને ભડથુ થઇ જતાં બંનેના મોત નિપજયા હતા. આ ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે.

પીપળી નજીક ટ્રેલરમાં આગ લાગતા બેના મોત

કંડલા બંદર તરફથી પ્લાસ્ટિકના દાણા ભરીને રાધનપુર તરફ નીકળેલું ટ્રેલર રાધનપુર તાલુકાના પીપળી ગામ પાસેથી વહેલી સવારે પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રેલરના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર પલટી ખાઇ જતાં રોડની સાઈડમાં પડયું હતું. જેને કારણે શોર્ટસર્કિટથી ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા ટેલર ચાલક અને કંડક્ટર બંને આ આગમાં બળીને ભડથું થઇ જતાં બન્નેના મોત થયા હતા. વરસાદને કારણે ટ્રેલરમાં લાગેલી આગ ઓલવાઈ હતી.

આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે આવી મૃતકની ઓળખ વિધિ સહિતની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details