ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં બેના મોત, વધુ બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયાં - કોરોના પોઝિટિવ

પાટણના કોરોના પોઝિટિવ વૃદ્ધનું આજે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ચાણસ્મા તાલુકાના રણાસર ગામે અમદાવાદથી આવેલા 17 વર્ષી કિશોરના ટેસ્ટ સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જ્યારે કમલીવાડાના 68 વર્ષી વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાને માત આપી સ્વસ્થ બનતાં ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલ પાટણના બુકડી વિસ્તારમાં રહેતી વૃદ્ધાનું પણ રાત્રિ દરમિયાન આશ્ચર્યજનક રીતે મોત નીપજયું હતું. જેને લઇ લોકોમાં અનેક તર્કવિતર્કો વહેતા થયાં હતાં.

પાટણમાં બેના મોત, વધુ બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયાં
પાટણમાં બેના મોત, વધુ બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયાં

By

Published : May 28, 2020, 8:07 PM IST

પાટણ: પાટણ જિલ્લાના કોરોનાગ્રસ્ત નવ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં બુધવારે રજા આપવામાં આવી હતી. જેને લઇ જિલ્લાવાસીઓમાં હાશ થઇ હતી. ત્યારે ગુરુવારની સવાર ચિંતામય બની હતી. પાટણના મોટા પનાગરવાડામાં રહેતાં કાંતિભાઈ પટેલના ટેસ્ટ સેમ્પલ કોરોના પોઝિટિવ આવતાં તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં જ્યાં ગુરૂવારે સવારે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય એક બનાવમાં પાટણના બુકડી વિસ્તારના પાંચપાડા રોડ પર રહેતા વૃદ્ધા હસુમતીબેન મોદી કોરોનાગ્રસ્ત બનતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને ત્રણ દિવસ અગાઉ આ વૃદ્ધ મહિલા સ્વસ્થ થયાં છે તેમ કહી ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી તેઓને રજા આપી આરોગ્યની ટીમ ઘરે મૂકી ગઈ હતી. બુધવારે રાત્રિ દરમિયાન આ વૃદ્ધ મહિલાનું પણ આશ્ચર્યજનક રીતે મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અનેક તર્કવિતર્કો વહેતાં થયાં છે. મહિલાના મોત મામલે પરિવારજનો અને વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ભરત ભાટિયાએ આરોગ્યવિભાગને જાણ કરતાં આરોગ્યવિભાગે ચાર પીપીઈ કિટ મોકલતાં માત્ર ચાર વ્યક્તિઓએ શબવાહિની મારફતે મૃતક મહિલાની અંતિમવિધિ કરી હતી.

પાટણ જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ નોંધાતાં કુલ સંખ્યા ૭૫ થઇ છે જેમાં ચાણસ્મા તાલુકાના રણાસર ગામનો ૧૭ વર્ષીય કિશોર અમદાવાદથી પરત આવ્યો હતો તેને તાવ અને કફની તકલીફ થતાં ટેસ્ટ સેમ્પલ લેવાતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજા કેસમાં પાટણ તાલુકાના કમલીવાડા ગામના 68 વર્ષીય વૃદ્ધને હૃદયની તકલીફ હોવાથી અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં બાયપાસ સર્જરી પહેલાં કોરોનાનો રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવ્યો હતો. જેથી દર્દીને એપોલોમાંથી પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details