ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા માટે બે દિવસ મોક ટેસ્ટ લેવાશે - covid 19 gujarat

કોરોના મહામારીની શિક્ષણ પર વ્યાપક અસર પડી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા પૂર્વે ફરીથી બે દિવસ વિદ્યાર્થીઓનો મોક ટેસ્ટ લીધા બાદ સત્તાવાર રીતે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે.

day
ઉત્તર

By

Published : Aug 19, 2020, 10:43 PM IST

પાટણ: કોરોના મહામારીના કારણે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર બી.એ, બી.કોમ અને બી.એસ.સી સેમિસ્ટર 6 તેમજ એમ.એ, એમ.કોમ સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા માટે બે દિવસ મોક ટેસ્ટ લેવાશે

તાજેતરમાં સરકાર અને યુજીસીએ તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવા માટે યુનિવર્સિટીઓને સૂચનાઓ આપતા પાટણ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે એલવન કંપનીને સોફ્ટવેર તૈયાર કરવા કામગીરી સોંપવામાં હતી. જેના મૂલ્યાંકન માટે ગત 16 અને 17 ઓગસ્ટના રોજ 40 હજાર વિદ્યાર્થીઓના મોક ટેસ્ટ લઇ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સોફ્ટવેરમાં લોગ ઈન અને ઓપન ન થવાના પ્રશ્નો સર્જાયા હતા. ત્યારે આ બાબતે યુનિવર્સિટીએ કંપનીના માણસો સાથે ચર્ચાઓ કરી તારીખ 20 અને 21મી ઓગસ્ટના રોજ ફરીથી મોક ટેસ્ટ લઇ સોફ્ટવેરનું મૂલ્યાંકન કર્યા બાદ પરીક્ષાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સર્વર પર ભાર ન પડે તે માટે યુનિવર્સિટી દ્વારા આ બે દિવસના મોક ટેસ્ટમાં 10,000થી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓના ટેસ્ટ લેવામાં આવશે. ટૂક સમયમાં પરીક્ષાના ટાઇમ ટેબલની જાહેરાત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details