મોડાસાઅરવલ્લી જિલ્લાના મોડાસાના હજીરા વિસ્તારમાં ચોખા ભરેલી શંકાસ્પદ ટ્રકને ( Truck loaded with government supplies of rice )પુરવઠા વિભાગે સીઝ કરી તપાસ હાથ ધરી છે. સોમવાર મોડી રાત્રી પુરવઠા વિભાગની ટીમને મળેલી જાણકારીને લઇને પુરવઠાના અધિકારીઓ હજીરા વિસ્તારમાં આવી પહોંચ્યા હતા, ઘટનાસ્થળે પહોંચીને ટ્રકમાં રહેલા ચોખાના કટ્ટાની તપાસ કરી હતી અને ટ્રકને સીઝ કરીને પુરવઠાનો જથ્થો સરકારી ( Grain Scam ) છે કે ખાનગી જે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે.
ચોખાના કટ્ટા પર લખાણ ભારત સરકાર કે સૌજન્ય સે સોમવાર મોડી રાત્રે માલપુરથી અનાજનો જથ્થો ભરીને એક ટ્રક ( Truck loaded with government supplies of rice )મોડાસા આવી પહોંચી હતી. જેમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો હોવાની બાતમીના આધારે પુરવઠાની ટીમ ( Modasa Supply Department seized )દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં રહેલા કટ્ટા પર “ભારત સરકાર કે સૌજન્ય સે” લખેલું ( Grain Scam )જોવા મળ્યું હતું. જે તપાસ કરતા જ ટ્રકને હાલ પુરતી સીઝ કરી દેવાઈ છે.