ગુજરાતી ફિલ્મના સુપ્રસિદ્ધ અને મિલેનિયમ અભિનેતા અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાના 76મા જન્મ દિન નિમિત્તે પાટણમાં સંકલ્પ સંસ્થા, ઉન્નતિ ફાઉન્ડેશન, અને દુઃખવાડા યંગ સ્ટર્સ સંસ્થાઓ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષા રોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
નરેશ કનોડિયાના જન્મદિવસ નિમિત્તે કરાયું વૃક્ષા રોપણ - પાટણ
પાટણ: આજે ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનો જન્મદિવસ છે. જે નિમિત્તે પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ વૃક્ષા રોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

etv bharat patan
નરેશ કનોડિયાના જન્મદિવસ નિમિત્તે કરાયું વૃક્ષા રોપણ
શહેરની નાણાવટી શાળા, આંબેડકર ભવન, રામજી મંદિર, સરદારબાગ, તેમજ સોસાયટી વિસ્તારોમાં વૃક્ષા રોપણ કરી પર્યાવરણની જાળવણી ના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.