મુસ્લિમ બિરાદરોના પવિત્ર શહેર મક્કા મદીના ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજની સફર કરે છે ત્યારે, ચાલુ વર્ષે પણ આગામી જુલાઈ માસથી હજની યાત્રા શરૂ થવાની છે. સમગ્ર રાજ્યમાંથી આ વર્ષે ચાર હજારથી વધુ હજયાત્રિકો હજની યાત્રા કરશે. પાટણ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજની પવિત્ર સફરે જશે ત્યારે હજીઓને યાત્રામાં કઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખીદમત કમિટી પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણના મોટા મદરેસા ખાતે હજીઓને હજની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
હજ યાત્રાનો જુલાઇથી પ્રારંભ, પાટણમાં હાજીઓને અપાઈ હજની તાલીમ
પાટણઃ ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર અને પાટણ હાજી ખીદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે પાટણના મોટા મદરેસા ખાતે જિલ્લાના હજીઓને એક દિવસીય હજની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 400થી વધુ હજયાત્રીઓને તાલીમ આપવામાં આવી હતી.
સ્પોટ ફોટો
આ તાલીમ શિબિરમાં ચારસોથી વધુ હજયાત્રીઓને હજના વિવિધ અર્કનો તેમજ સરકારના નીતિ નિયમોની તાલીમ આપવામા આવી હતી. હજની પવિત્ર સફર આગામી જુલાઈ માસમાં પ્રારંભ થશે અને પ્રથમ ફ્લાઇટ 20 જુલાઈએ પ્રસ્થાન કરશે. ત્યારબાદ તબક્કાવાર હજીઓ હજની યાત્રા કરશે.