પાટણના બગવાડા દરવાજા ખાતે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ (traffic awarness)નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, કાર્યકરો,અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
પાટણમાં ટ્રાફિક જાગૃતિ માટે "ભૂલ બદલ ફૂલ" - patan news
પાટણ: શહેર સહિત જિલ્લાના મુખ્ય માર્ગો પર વધી રહેલા અકસ્માતોને રોકવા અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ શહેરની વિવિધ સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો માટે દંડની જગ્યાએ "ભૂલ બદલ ફૂલ"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સંદેશો આપવામાં આવ્યો હતો. જેમ કે, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો, હેલ્મેટ ફરજિયાત પહેરવું અને સીટ બેલ્ટ બાંધવો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજકીય પક્ષોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.