ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં સાંતલપુર ઓઈલ ચોરીમાં વધુ ત્રણ નામ ખુલ્યા - પોલીસ

સાંતલપુરથી પસાર થતી IOCની મુન્દ્રા-પાનીપત લાઇનમાં ઓઇલ ચોરીના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ પોલીસે ખેતર અને હોટલના માલિક ગોવિંદ ઉર્ફે જીવણ આહીરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ ઓઇલ ચોરીના કાળા કારોબારમાં વધુ ત્રણ નામ ખુલ્યા છે.

સાંતલપુર ઓઈલ ચોરીમાં વધુ ત્રણ નામ ખુલ્યા
સાંતલપુર ઓઈલ ચોરીમાં વધુ ત્રણ નામ ખુલ્યા

By

Published : Feb 25, 2020, 5:46 PM IST

પાટણ : સાંતલપુર પાસે IOC મુન્દ્રા-પાનીપત ઓઇલની પાઇપ લાઇનમાં આરોપીઓએ 400 મીટર જેટલી લાંબી પાઇપ લાઇન ખેતરમા પાથરી હતી અને મુખ્ય લાઇનમાં પંક્ચર કરી ઓઇલ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલામાં ભાજપના સક્રિય કાર્યકર ગોવિંદ ઉર્ફે જીવણ આહીરની ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરતા ર્કોર્ટે અગાઉ બે દીવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

સાંતલપુર ઓઈલ ચોરીમાં વધુ ત્રણ નામ ખુલ્યા

દરમિયાનમાં પોલીસે પૂછપરછ કરતા ઓઇલ ચોરીમાં અન્ય ત્રણ ઈસમોના નામની કબુલાત કરતા પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગણી કરતા અને કોર્ટે વધુ ત્રણ દીવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તો આ મામલે તપાસમાં બીજા પણ નામ ખુલવાની શકયતા સેવાઇ રહી છે, ત્યારે ઓઈલ ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પણ પકડી પાડવામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details