ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનશે, ફાયર કર્મચારીની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ - પાટણ ફાયર ઓફિસર

પાટણ શહેરમાં જિલ્લાકક્ષાનું ફાયર સ્ટેશન સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જેની નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે. ફાયર સ્ટેશન માટે તાલીમ પામેલા જિલ્લા ફાયર ઓફિસર સહિત 21 કર્મચારીઓનું મહેકમ પણ ફાળવવામાં આવ્યું છે. જેને લઇને નગરપાલિકા તંત્ર દ્વારા ભરતી માટેની પ્રક્રિયાઓ પણ શરૂ કરવામાં આવી છે.

પાટણમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનશે
પાટણમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનશે

By

Published : Dec 17, 2020, 10:19 PM IST

  • પાટણમાં જિલ્લા કક્ષાનું બનશે ફાયર સ્ટેશન
  • સરકારે 21 કર્મચારીઓનુ મહેકમ કર્યું મંજુર
  • નગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

પાટણઃ શહેરમાં જિલ્લાકક્ષાનું ફાયર સ્ટેશન સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જેની નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે. ફાયર સ્ટેશન માટે તાલીમ પામેલા જિલ્લા ફાયર ઓફિસર સહિત 21 કર્મચારીઓનું મહેકમ પણ ફાળવવામાં આવ્યું છે. જેને લઇને નગરપાલિકા તંત્ર દ્વારા ભરતી માટેની પ્રક્રિયાઓ પણ શરૂ કરવામાં આવી છે.

પાટણમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનશે

ફાયર વિભાગ માટે નગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરી

સરકારે જિલ્લાની પાંચ નગરપાલિકાઓને ફાયરના વાહનો આપ્યા છે. પરંતુ જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન નથી જેના કારણે ફાયર NOC લેવા માટે લોકોને ગાંધીનગર સુધી જવું પડે છે. ત્યારે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને રાજ્યની નગરપાલિકાઓમાં જિલ્લા મથકે મુખ્ય ફાયર સ્ટેશન માટે મંજુરી આપી છે. જે અનુસંધાને પાટણમાં પણ જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન મંજુર કરવામાં આવ્યું છે. સાથે જ એક જિલ્લા ફાયર ઓફિસર સહિત 21 કર્મચારીઓનું મહેક પણ મંજૂર કરવામાં આવ્યું છે. જેને લઇને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી માટે અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે, ત્યારે ટૂંક સમયમાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન શરૂ થશે. આમ ભરતી તાલીમ સુધીની તમામ જવાબદારી સરકારે પાટણ નગરપાલિકાને આપી છે

ફાયર NOC માટે નહિં જવું પડે ગાંધીનગર

ફાયર સ્ટેશન માટેની જગ્યા નક્કી કરવા માટે સરકારે સૂચના આપી છે, ત્યારે અલગથી સ્ટેશન ઉભુ કરવા માટેની જગ્યાની પસંદગી કરવામાં આવશે. હાલ પૂરતું ફાયર સ્ટેશન નગરપાલિકા કેમ્પસમાં જ કાર્યરત રહેશે. તો બીજી તરફ પાટણથી જ ફાયરની NOC મળી જશે. જેથી NOC માટે હવેથી વિલંબ નહીં થાય.

ABOUT THE AUTHOR

...view details