પાટણના નવા ગંજ બજારમાં એચ.આર.ટ્રેડિંગ નામની કંપનીમાં મહેતાજી તરીકે ફરજ બજાવતા મનસુખભાઇ પટેલ બાઈક લઇ શહેરના નવજીવન ચાર રસ્તા પાસે આવેલ મહેસાણા અર્બન બેન્કમાં પૈસા ઉપાડવા ગયા હતા. 2,50,000ની રકમ ઉપાડી થેલીમાં લઇ બાઈકની ડિકીમાં મૂકી પરત ગંજ બજારમાં પેઢી પાસે આવ્યાં હતાં. તે સમયે કોઈ સંબધીએ તેમને બૂમ પાડતા તેઓ બાઈક પાર્ક કરી તેઓને મળવા ગયા હતા, તે દરમિયાન તેમનો પીછો કરતા બે બાઈક પર સવાર ઈસમોએ તકનો લાભ લઈ બાઈક પાસે આવી સફળતાપૂર્વક ડેકી ખોલી તેમાંથી અઢી લાખ રૂપિયા ભરેલી થેલી સફળતા પૂર્વક ઉપાડી ફરાર થઈ ગયા હતા.
પાટણના નવા ગંજમાંથી રૂપિયા 2.50 લાખની ચીલઝડપ, ઘટના CCTVમાં કેદ - latest news in patan
પાટણઃ શહેરના નવા ગંજ બજારમાં પેઢીના મહેતાજીના બાઈકની ડીકીમાંથી બે બાઈક પર આવેલા શખ્સોએ રૂપિયા અઢિ લાખની થેલીની ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા ભારે હડકંપ મચી હતી. આ સમગ્ર ઘટના ક્રમ CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટણના નવા ગંજમાંથી રૂપિયા 2.50 લાખની ચીલઝડપ
બાદમાં મહેતાજીએ બાઈકની ડિકી ખોલી અને તેમાં રૂપિયા ભરેલી થેલી ન જોતાં તેઓ હતપ્રત બની ગયા હતા. અને લોકોને જાણ કરતા માર્કેટ યાર્ડના CCTV કેમેરાની ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો.
બાઈક સવારો રૂપિયા ભરેલ થેલી લઇ સહજતા પૂર્વક નવા ગંજ બજારના બીજા દરવાજાથી હાઇવે પર પસાર થતા CCTVમાં કેદ થયા છે. ચીલ ઝડપને લઇ વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે.