- સિદ્ધપુરમાં બે ફેક્ટરીઓને તસ્કરોએ બનાવી નિશાન
- 9.98 લાખની રોકડ લઇ તસ્કરો થયા ફરાર
- તસ્કરો CCTV કેમેરામાં થયા કેદ
પાટણઃ જિલ્લાના સિદ્ધપુર નગરના ખળી ચાર રસ્તા પાસે આવેલા ગણેશ પલ્સ મિલમાં સોમવારની મધ્યરાત્રિના સમયે ચોરી કરવા 4 તસ્કરો અંદર ઘુસ્યા હતા અને તિજોરી તોડી તેમાંથી 9 લાખ 50 હજારની રોકડ રકમ તેમજ ટેબલના ખાનામાં પડેલા રૂપિયા 30 હજારની ચોરી કરી હતી. આ ઉપરાંત નજીકમાં આવેલી અન્ય એક ફેકટરીને નિશાન બનાવી હતી. તેમાંથી રૂપિયા 18 હજારની ચોરી કરી હતી. ચોરીની આ ઘટનાની જાણ ફેકટરીના ભાગીદારોને થતાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક CCTV ફુટેજ તપાસતા તેમાં ચાર તસ્કરો નજરે ચડયા હતા.
આ પણ વાંચોઃ વેરાવળમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂપિયા 2.60 લાખની ચોરી