ગુજરાત

gujarat

ETV Bharat / state

Theft in Patan: ચાણસ્મા ડેપોમાંથી મહિલાના પાર્સમાંથી દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો - Chanasma Police

પાટણ જિલ્લાના (Theft in Patan) ચાણસ્મા એસ. ટી. બસ ડેપો (Chanasma ST Bus depot)માંથી બસમાં બેસવા જતી એક મહિલાના પર્સમાંથી 3.15 લાખ રૂપિયાના દાગીના ચોરી થયા હતા. આ ચોરી અન્ય એક મહિલાએ જ કરી હતી. જોકે, ચાણસ્મા પોલીસે ચોરી કરનારી મહિલાની ધરપકડ કરી છે. આ સાથે જ આ ચોરીમાં અન્ય કોણ લોકો સામેલ છે તે અંગે તપાસ શરૂ કરી છે.

Theft in Patan: ચાણસ્મા ડેપોમાંથી મહિલાના પાર્સમાંથી દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો
Theft in Patan: ચાણસ્મા ડેપોમાંથી મહિલાના પાર્સમાંથી દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો

By

Published : Jul 3, 2021, 9:33 AM IST

  • ચાણસ્મા એસ.ટી. બસ ડેપો (Chanasma ST Bus depot)માંથી મહિલાના પર્સમાંથી 3.5 લાખની ચોરી
  • મહિલાના પર્સમાંથી ચોરી કરનારી અન્ય એક મહિલાની ધરપકડ
  • ચાણસ્મા પોલીસે (Chanasma police) ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો

પાટણઃ ચાણસ્મા એસ.ટી. ડેપો (Chanasma ST Bus depot)માંથી વડાવલી જવા બસમાં બેસવા જતાં મહિલાના પર્સમાંથી રૂ.3.15 લાખના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીનાની ચોરી કરીને ભાગી જનારી એક મહિલાને ચાણસ્મા પોલીસે (Chanasma police) પકડી પાડી હતી. પોલીસે આરોપી મહિલા પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહિલાના પર્સમાંથી ચોરી કરનારી અન્ય એક મહિલાની ધરપકડ
આ પણ વાંચોઃસુરતમાં મંદિરમાંથી ચોરી કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

3.15 લાખના દાગીનાની થઈ હતી ચોરી

આ અંગે મળતી માહિતી અનુસાર, જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામના પૂજા ભરતસિંહ સોલંકી બુધવારે ચાણસ્માના એસ.ટી. ડેપોથી વડાવલી જવા બસમાં બેસવા જતાં હતાં. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમના પર્સમાંથી 3.15 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ચોરીની જાણ થતા પુજાબેને ગુરૂવારે ચાણસ્મા પોલીસ (Chanasma police)માં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે કાતરા ગામની જશોદા બાબુભાઈ દેવીપૂજક નામની મહિલાની ચોરી કરવા બદલ ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃRobbery: સુરતના વેલાછા ગામે તસ્કરોએ ગાર્ડ વગરના ATMને બનાવ્યું નિશાન, 8.90 લાખની ચોરી

આરોપી મહિલા અન્ય ગુનામાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ

આ સાથે જ પોલીસે ચોરીને અંજામ આપનારી મહિલા અન્ય ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ બસ સ્ટેન્ડમાંથી પણ એક મહિલાના પર્સમાંથી ચોરીની ઘટના બે દિવસમાં સામે આવી છે ત્યારે આ મહિલા આ ચોરીમાં પણ સંડોવાયેલી છે કે નહીં તેને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details