ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની સરસ્વતી નદીમાં નર્મદા નીર આવતા વધામણા કરાયા - Narmada

શહેરમાંથી પસાર થતી અને કાયમી સૂકી રહેતી સરસ્વતી નદીમાં સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલ મારફતે નર્મદાના પાણી ઠાલવવામાં આવતા પાટણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરોએ નર્મદા નીરના વધામણા કર્યા હતા.

સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવતા વધામણા કરાયા
સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવતા વધામણા કરાયા

By

Published : Jun 14, 2020, 5:37 PM IST

પાટણ : જિલ્લાના ખેડૂતોએ ખેતીના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. જેના માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થવા પામી છે, ત્યારે પાટણ પંથકના ખેડૂતોએ જિલ્લાની કેનાલો અને સરસ્વતી નદીમાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી. તાજેતરમાં ઉપરવાસમાં વરસાદ થતાં સરદાર સરોવરમાં નવા નીર આવતા જળ સપાટી જાળવી રાખવા સરદાર સરોવરનું પાણી નર્મદાની કેનાલો તેમજ સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યું છે, ત્યારે પાટણની સરસ્વતી નદીમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે 100 ક્યૂસેક પાણી છોડવામાં આવતા પાટણ ભાજપના આગેવાનો-કાર્યકરોએ સરસ્વતી નદીમાં આવેલા નર્મદાના નીરના વિધિવત રીતે વધામણા કર્યા હતા.

નર્મદાના નીર આવતા વધામણા કરાયા

કોરોના મહામારીને ધ્યાને રાખી સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૌ કોઇને અપીલ કરવામાં આવે છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો.

ગ્રાફ
સરસ્વતી નદી

ABOUT THE AUTHOR

...view details