ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની સરસ્વતી નદીમાં નર્મદાના નીરના વધામણા થયા

પાટણની સૂકી ભઠ રહેતી સરસ્વતી નદીમાં નર્મદાના નીર આવતા ધારાસભ્ય કિરિટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ પાણીના વધામણા કર્યા હતા. નર્મદાના પાણીથી ભૂગર્ભ જળ સ્તર ઊંચો આવશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. આ તબક્કે ધારાસભ્યે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

By

Published : Jun 6, 2021, 2:26 PM IST

કોંગ્રેસના આગેવાનોએ પાણીના વધામણા કર્યા
કોંગ્રેસના આગેવાનોએ પાણીના વધામણા કર્યા

  • નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં ઠલવાતો
  • ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આવેલા જળાશયોમાં નર્મદાના નીર વહેતા કરાયા
  • સરસ્વતી નદી પુન:જીવંત થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા

પાટણ :રાજય સરકાર દ્વારા નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં ઠલવાતો હોવાથી આગામી ચોમાસાની ઋતુમાં આ ડેમ ઓવરફલો થાય અને તેના પાણી વ્યર્થન વહી જાય નહિ તે માટે સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના વિસ્તારોની જમીનોમાં પાણીના જળસ્તર ઉંચા લાવવા માટે આ વિસ્તારમાં આવેલા જળાશયોમાં નર્મદાના નીર વહેતા કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના આગેવાનોએ પાણીના વધામણા કર્યા

આ પણ વાંચો : વરસે તો વાગડ ભલો હવે નર્મદાથી લીલાલહેર, એક લાખ હેકટરમાં વાવેતર

400 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં વહેતું કરવામાં આવ્યું

સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાટણની સરસ્વતી નદીમાં કમલીવાડા નહેર મારફતે આશરે 400 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં વહેતું કરવામાં આવ્યું હતું. જેનો પ્રવાહ નદીના પટમાં ઠલવાતા સુકીભઠ્ઠ ભાસતી સરસ્વતી નદી પુન:જીવંત થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા. આ પ્રવાહ સતત એક માસ સુધી ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : લોકડાઉન ઈફેક્ટ: લોકમાતા નર્મદાના નીર બન્યાં શુદ્ધ

ખેડૂતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળશે

પાટણ સહિત આસપાસના પંથકમાં સુકી બંજર જમીનના જળસ્તર ઉંચા આવશે અને આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના સુકાભઠ્ઠ વિસ્તાર અને જળાશયોમાં નર્મદાના નીર ઠાલવતા હવે આ વિસ્તારોના જળસ્તર ઉંચા આવશે જેના કારણે આગામી દિવસોમાં પાટણ પંથકમાં ભૂગર્ભ જળ રિચાર્જ થશે.

ABOUT THE AUTHOR

...view details