પાટણઃ પાટણમાં કોલેજ કેમ્પસમાં(Patan College Campus) જવાના રસ્તા ઉપર કાસાં ભીલડી રેલ્વે લાઇન(Kasa Bhildi Railway Line) પસાર થતી હોવાના કારણે રેલ્વે સત્તાધીશો દ્વારા જાહેર અવરજવર માટે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ અયોગ્ય રીતે બનાવેલ આ અંડરબ્રિજ(Railway Under Bridge Risk in Gujarat) ખૂબ જ સાંકળો તેમજ ચોમાસાના ચારથી પાંચ મહિના વરસાદ ચાલુ થતાં જ વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ જાય છે. આવા સમયે વિદ્યાર્થીઓ રેલવેના પાટા(Railway Line Risk for Students in Patan) ઓળંગીને અવરજવર કરે છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા હાલમાં રેલવે પાટાની સમાંતર દિવાલ ચણી લેતા વિદ્યાર્થીઓ આ દિવાલ ઓળંગીને જીવના જોખમે અવરજવર કરે છે.
અંડરબ્રિજ પર અકસ્માતનો ભય
આ દીવાલ બનાવવાથી રેલ્વે ટ્રેનની અડફેટે આવવાની દુર્ઘટના અટકી શકશે. પરંતુ દિવાલ ઓળંગતા સમયે કોઈ વિદ્યાર્થી કે અન્ય શખ્સ પટકાશે તો તેની જવાબદારી કોની? અંડરબ્રિજ ખૂબ જ સાંકળો છે. તેમજ રાહદારીઓને ચાલવા માટે કોઈ પગદંડી બનાવી નથી. જેથી વાહનોની અવરજવરને કારણે અંડરબ્રિજમાં અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. તો ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો અહીંથી ચાલીને જવાનું(Patan Railway Track) ટાળે છે.
અંડરબ્રિજ વિદ્યાર્થીઓ માટે સુવિધાને બદલે દુવિધા રૂપ બન્યો