પાટણ -નગરપાલિકામાં 39 સભ્યોની બહુમતી સાથે શાસનધુરા સંભારનાર ભાજપના સત્તાધીશો દ્વારા શહેરીજનોના પ્રાથમિક સુવિધાના કામો નેવે મૂકવામાં આવ્યા છે. (patan Underground branch corruption) મંજૂર થયેલા રસ્તા ના કામો છેલ્લા દોઢ વર્ષથી અટકાયેલા પડ્યા છે. ત્યારે તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવક ભરત ભાટિયા દ્વારા ભૂગર્ભ ગટરના ટેન્ડરમાં થયેલા ભ્રષ્ટાચાર ની પોલ ખોલવામાં આવી હતી. જેને પગલે ભાજપના શાસન કર્તાઓને આ ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી, (congress protest in patan) તેમજ વાહન શાખામાં ટ્રેક્ટર, ટોલીની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે નગરપાલિકા કેમ્પસ ખાતે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવી હતું. ભ્રષ્ટાચાર થી ખરીદાયેલા ટ્રેક્ટર ટોલીને કાળી મેશના ચાંલ્લા કરી ભાજપના ભ્રષ્ટાચારને વધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ઉપર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, તો સામાન્ય સભામાં ભૂગર્ભ ગટર શાખાના ભ્રષ્ટ ટેન્ડરની વિપક્ષે પોલ ખોલતા આ ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી. જેની ખુશીમાં વિપક્ષના સભ્યોએ નગરપાલિકા કેમ્પસમા આતિશબાજી કરી હતી.
આ પણ વાંચો-Allegation of corruption on VMC : માઈક્રો ટનલિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો આધાર શું છે?