પાટણઃ જિલ્લા ખાતે વર્ષોની પરંપરા મુજબ નિકળતી ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા ચાલુ વર્ષે સરકારે તે યોજવા પર મનાઇ ફરમાવતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને વર્ષોની પરંપરા તૂટી છે. તેના વિરોધમાં ગુરુવારે શ્રી જગદીશ મંદિર પાટણ ખાતે સમગ્ર મંદિર ટ્રસ્ટી ગણ અને તમામ સેવકો ઉપવાસ પર બેઠા હતા.
પાટણમાં જગદીશ મંદિરના ટ્રસ્ટીઓએ ધારણ કરી સરકારનો વિરોધ કર્યો ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા ન યોજાવા બાબતે વિરોધ
- પાટણ શ્રી જગદીશ મંદિર દ્વારા સરકારનો વિરોધ
- પાટણના સનાતન પ્રેમીઓ રથયાત્રા ન યોજાતા અનસન પર બેઠા
- શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટી દ્વારા વર્તમાન સરકારના રાજીનામાની માંગણી
- સરકારે પરંપરા મુજબ યોજાતી રથયાત્રા પર મનાઇ ફરમાવી
પાટણના સનાતન પ્રેમીઓએ 3 દિવસના જુદા-જુદા કાર્યક્રમો જાહેર કરી પાટણમાં રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા જગદીશ મંદિરમાં ભગવાન જગન્નાથજી સન્મુખ સવારે 11 થી 6 વાગ્યા સુધી ટ્રસ્ટીમંડળ ધરણા પર ઉતરી લોકશાહી ઢબે વર્તમાન સરકારના રાજીનામાની માંગણી કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓએ તેમજ સેવકોએ કાળી પટ્ટી ધરણા કરી સરકારનો વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત શુક્રવારે સવારે 11 થી 6 વાગ્યા સુધી મંદિર પરિસરમાં મૌન અનશન સાથે રૂપાણી સરકારનું ઝડપથી પતન થાય તેવી ભગવાન સમક્ષ પ્રાર્થના કરશે. તેમજ શનિવારે 11 થી 6 વાગ્યા સુધી રામધુન કરાશે અને હિન્દુ ધર્મના નાગરિકોની લાગણીને દુભાવનારી સરકારને ભગવાન સદબુદ્ધિ આપે દેવી પ્રાર્થના કરવામાં આવશે. ગુજરાતના નેતૃત્વમાં બદલાવ કરી મુખ્યપ્રધાન તરીકે સનાતન ધર્મની રક્ષા માટે આનંદીબેન પટેલ જેવા સક્ષમ નેતૃત્વની જરૂર છે એવો હુંકાર કર્યો હતો.