- પાટણના સિદ્ધપુરમાં યોજાયો માતૃવંદના કાર્યક્રમ
- ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
- બળવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
- ગૃહ પ્રધાને પાટણ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી
પાટણઃ ભારતમાં માતૃતર્પણ માટે પ્રખ્યાત એવા સિદ્ધપુરમાં (Siddhpur) 2 દિવસીય માતૃવંદના 2021ના (Matruvandana 2021) 2 દિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આ કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મારી સફળતાનો શ્રેય હું મારા માતાને આપી તેમને વંદન કરું છું. આ સાથે જ તેમણે અપીલ કરી હતી કે, આપણે સંકલ્પ લઈએ કે, કોઈ પણ પરિવારના વૃદ્ધ માતાપિતાને (Parents) વૃદ્ધાશ્રમમાં (Old Age Home) જવું ન પડે. એ જ સાચી માતૃવંદના (true motherhood) છે. તો આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાને દિવાળી જેવા અનેક તહેવારો અને કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહીને જિલ્લામાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા જાળવી રાખવા બદલ પાટણ પોલીસની (Patan Police) કામગીરીને બિરદાવી હતી.
સિદ્ધપુરનું પૌરાણિક મહાત્મ્ય છે
સિદ્ધપુરનું પૌરાણિક મહાત્મ્ય હોવાથી ભગવાન કપિલ મુનિ (Lord Kapil Muni) અને માતા દેવહુતિના (Mata Devhuti) આત્માબોધની કથા અને તેની સાથે બિંદુ સરોવરનું (Bindu Lake) મહાત્મ્ય જોડાયેલું છે. બિંદુ સરોવર (Bindu Lake)એ માતાના વાત્સલ્યનું પ્રતીક છે. પુત્રના જ્ઞાન પ્રભાવથી હર્ષિત થયેલા માતા દેવહુતિની આંખમાંથી હર્ષ બિંદુ સરી પડ્યું અને તેનું બિંદુ સરોવર બન્યું. આ બિંદુ સરોવરના (Bindu Lake) કાંઠે માતૃતર્પણનો મોટો મહિમા છે. આ ભાવકથાના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા તીર્થના મહિમા વર્ધન માટે અને માતાની વંદનાના પ્રતિકરૂપે માતૃવંદના કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે