પાટણ: પાટણ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના વધુ 10 કેસ પ્રકાશમાં આવતાં જિલ્લાનો કુલ આંક 852 થયો છે. જ્યારે પાટણ શહેરમાં 3 કેસ સાથે કુલ આંક 378 થયો છે.પાટણ શહેરમાં સોમવારે વધુ 3 કેસો સામે આવ્યાં છે. જેમાં શહેરના પંચોલી પડામાં રહેતાં 30 વર્ષીય રેખાબહેન મોદી અને 32 વર્ષીય જીગ્નેશભાઈ મોદી કોરોનાગ્રસ્ત બન્યાં છે. જ્યારે રંગરેજની ખડકીમાં રહેતાં 70 વર્ષીય કાલિદાસ ઠાકોરને કોરોનાનો ચેપ લાગ્યો છે.
પાટણ જિલ્લામાં 10 નવા કોરોના કેસ સાથે કુલ આંક 852 થયો - કોવિડ19
કોરોનાને કાબૂમાં લેવાના સરકારના અને જનતાના પૂરતાં પગલાં અધૂરા સાબિત થઈ રહ્યાં હોય તેમ દિનપ્રતિદિન કોરોના કેસના આંકડા દરેક જિલ્લામાં વધીને આવી રહ્યાં છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણમાં આજ નવા 10 કોરોના કેસ આવતાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 852 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં પાટણમાં 56 વ્યક્તિઓ મોતને શરણ થઈ ચૂકી છે.
આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામમાં એક, સિદ્ધપુર શહેરની સનનગર સોસાયટીમાં એક અને સમી તાલુકાના ગોધાણામાં એક કેસ નોંધાયો છે. જ્યારે રાધનપુર શહેરમાં અંબિકાનગર સોસાયટી અને ગાયત્રી મંદિરની પાછળના ભાગમાં આવેલી સોસાયટીમાં એક એક કેસ નોંધાયો છે. સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં ભોજાણી વાસ અને જીવરાણીવાસમાં એક કેસ નોંધાયો છે.અત્યાર સુધીમાં કોરોનાથી 56 વ્યક્તિઓના મોત થયાં છે. 528 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે હોમઆઈસો લેશન હેઠળ 169 દર્દીઓ સારવાર હેઠળ છે. તો 115 ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે અને 89 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.