પાટણ: જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ 13 કેસ પ્રકાશમાં આવતા જિલ્લાનો કુલ આંક 803 પર પહોંચી ગયો છે. જ્યારે પાટણ શહેરમાં 10 કેસ સાથે કુલ આંક 366 થયો છે.
પાટણ શહેરમાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે નોંધાયેલા કેસોમાં શિવાલય બંગ્લોઝ, રોકડીયા ગેટ,સુભાસનગર,રામનગર,શ્રમજીવી સોસાયટી, હાંશાપુર, ગુજરવાડા પાસે, પંચોલી પાડો, સુંદરમ સોસાયટી માં, ઘીંવટા વિસ્તારમાં બહુચર માતાના પાડામાં એક-એક કેસ નોંધાયા છે.