ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 14 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 827 થયો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે, જિલ્લાઓ ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવના વધુ 14 કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 827 પર પહોંચી છે. જ્યારે પાટણ શહેરમાં બે કેસ સાથે કુલ આંક 369 થયો છે.

પાટણ જિલ્લામાં વધુ 14 કોરોના કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 827 થયો
પાટણ જિલ્લામાં વધુ 14 કોરોના કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 827 થયો

By

Published : Aug 1, 2020, 10:20 PM IST

પાટણ: જિલ્લામાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે, શનિવારના રોજ શહેરમાં વધુ બે કેસ સામે આવ્યા છે. જેમા શહેરના જીવનધારા ટેનામેન્ટમાં અને ભૈરવ સોસાયટીમાં એક એક કેસ નોંધાયો છે.

જ્યારે તાલુકાના માંડોત્રી ગામમાં એક અને બાલીસણા ગામમાં બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત સિધ્ધપુર શહેરમા ત્રણ કેસ નોંધાયા છે. જેમા ઈન્દીરા પરુ, નંદવન સોસાયટી અને કોઠારીવાસનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકાના ખોલવાડમાં એક કેસ નોંધાયો છે. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં એક અને રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે એક કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં કોરોનાથી 56 વ્યક્તિઓના મોત થયા છે. 427 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 122 ટેસ્ટ સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે.

ABOUT THE AUTHOR

...view details