- રામજી મંદિરમાં તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ
- મંદિરની બારીની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો
- ચાંદીથી મઢેલા ત્રણ કિલોના મંડપની ચોરી કરી તસ્કરો ફરાર
પાટણઃશહેરમાં એક તરફ કરફ્યૂના ચુસ્ત અમલ વચ્ચે પોલીસના અધિકારીઓ શહેરની ચારે બાજુ પેટ્રોલિંગ કરી રહ્યા છે. પોલીસના પેટ્રોલિંગને માત આપી તસ્કરોએ શહેરના ત્રણ દરવાજાથી શારદા સિનેમા તરફ જવાના માર્ગ ઉપર આવેલા પ્રાચીન રામજી મંદિરને નિશાન બનાવ્યું હતું. ગુરુવારની મોડી રાત્રે તસ્કરોએ મંદિરની બારીની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં મૂકેલા ચાંદીથી મઢેલાં 3 કિલોના મંડપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
- એક જ મંદિરમાં ચોથી વખત ચોરી
આ બાબતની જાણ મંદિરના પૂજારીને થતાં તેણે તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ટ્રસ્ટીઓ તાત્કાલિક મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પાટણ એ ડીવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ મંદિરમાં સતત ચોથીવાર ચોરીની ઘટના બની છે. છત્તા પણ પોલીસ હજું સુધી એકપણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી.
- મંદિરમાં ચોરીની ઘટનાના અન્ય સમાચાર