● પાટણમાં કોરોનાના ડર વિના પતંગ રસિકોએ ઉત્તરાયણની કરી ઉજવણી
● ડીજે વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં ડીજે વાગાડાયા
● ફરસાણની દુકાનો પર ઊંધિયું જલેબી ખરીદવા સર્જાઈ લાંબી કતારો
● કેટલીક સંસ્થાઓએ ગાયો માટે દાનની રકમ ઉઘરાવી
● છત પર લોકોએ ફાફડા જલેબીની લિજ્જત માણી
પાટણઃકોરોના મહામારીના ડર વગર પાટણ સહિત સમગ્ર પંથકમાં રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પતંગ રસિકો છત પર પરચડી પતંગો ઉડાડી એકબીજાંના પતંગો કાપી આનંદ માણ્યો હતો. છત પર ઉધિયા જલેબી સહિતની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણી આ પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. તો કેટલાક લોકોએ ગાયોને ઘાસચારો નાખી દાન પુણ્ય કર્યું હતું.
પાટણ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું
પાટણ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયુ હતું. ઠંડી ઓછી હોવાને કારણે પતંગ રસિકો સવારથીજ છત પર ચડ્યા હતા. સવારથી જ પવનને વેગ મળતા કાપ્યો... લપેટની બુમોથી ધાબાઓ ગુંજી ઉઠ્યા હતા. આનંદ ઉત્સવના પર્વ એવા ઉત્તરાયણને મનાવવા નાના બાળકોથી લઈને મોટેરો ધાબાઓ પર જોવા મળ્યા હતા. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીનો કારણે છત પર મર્યાદિત સંખ્યામાં પતંગ રસિકોએ પતંગ ચગાવ્યા હતા. સાથે ડીજે સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ હોવા છતા કેટલાક લોકોએ ડી.જે.સાઉન્ડ સિસ્ટમ વગાડીને ઉતરાયણની ઉજવણી કરી હતી.