- નગરપાલિકા તંત્ર દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી રોડ રસ્તાનું નવીનીકરણ કરાયું
- ખાલકપરાથી મોટા મદરેસા સુધીના બિસ્માર બનેલા માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું
- ધોધમાર વરસાદને પગલે વિવિધ માર્ગોનું થયું હતું ધોવાણ
પાટણઃ શહેરમાં ચાલુ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે વિવિધ માર્ગોનું ધોવાણ થયું છે. શહેરના ખાલકપરાથી મોટા મદરેસા થઈ ભઠ્ઠીવાડા સુધીનો માર્ગ ઉબડખાબડ બનતા અહીંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
પાટણમાં નગરપાલિકા દ્વારા 17 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરાયું મુખ્ય પ્રધાન સડક યોજનાની ગ્રાન્ટમાંથી બિસ્માર માર્ગનું કરાયું નવીનીકરણ
નગરપાલિકા તંત્ર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજનાની પેટા યોજના મુખ્યપ્રધાન સડક યોજનાની વર્ષ 2017-18ની ગ્રાન્ટ પૈકી 17 લાખના ખર્ચે આ બિસ્માર બનેલા માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
પાટણમાં નગરપાલિકા દ્વારા 17 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરાયું આગામી સમયમાં વોર્ડ નં.10 ના ચાર વિસ્તારોમાં નવા રોડ બનશે
આ યોજના હેઠળ આગામી સમયમાં વોર્ડ નં.10 માં આવેલી ગાંધી સુંદરલાલ હાઈસ્કૂલથી ભઠ્ઠીવાડા સુધીનો અને લખિયારવાડાથી રાજકાવડા સુધીના બિસ્માર બનેલા રસ્તાની કામગીરી કરવામાં આવશે. દિવાળી સુધીમાં આ વોર્ડના મોટાભાગના રોડ નવીન બની જશે.
પાટણમાં નગરપાલિકા દ્વારા 17 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરાયું