પાટણઃ શહેર સહિત જિલ્લામાં એપીએલ-1 રેશન કાર્ડ ધારકોને વિવિધ વોર્ડ વિસ્તારોમાં આવેલી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર પર સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કતારોમાં ઉભા થઈ ગયા હતા. આ વિતરણ દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી હતી. સસ્તા અનાજની દુકાનો પાસે અવ્યવસ્થા ન સર્જાય તે માટે દરેક વોર્ડ વિસ્તારના નગર સેવકો સામાજિક કાર્યકરો અને વહીવટી તંત્રના કર્મચારીઓ તથા બે પોલિસ કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા.
પાટણમાં એપીએલ-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન અપાયું - રેશન અપાયું
પાટણ શહેર સહિત જિલ્લામાં સોમવારથી રાજ્ય સરકારની જાહેરાત મુજબ એપીએલ-1 રેશન કાર્ડના 1,63,341 કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પરથી વિના મૂલ્યે રેશનિંગનો જથ્થો વિતરણ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્ડ ધારકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી જથ્થો મેળવ્યો હતો. જોકે કેટલાક કાર્ડ ધારકોએ મુખ્ય પ્રધાનની અપીલને પગલે જરૂરિયાત મંદો માટે પોતાના ભાગનો જથ્થો જતો કર્યો હતો.
![પાટણમાં એપીએલ-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન અપાયું પાટણમાં એપીએલ-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે રેશન અપાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6779452-1100-6779452-1586786883681.jpg)
પાટણમાં એપીએલ-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે રેશન અપાયું
દુકાનો ઉપર વધુ ભીડ એકત્ર ન થાય તે માટે દુકાનદારોએ 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા આપવા પહેલાથી જ પેકીંગ તૈયાર કરી રાખવામાં આવ્યા હતા. કાર્ડ ધારકોને માત્ર 10 કિલો ઘઉંનું વજન કરી બાકી તમામ વસ્તુઓના પેકીંગ આપી દેતા વ્યવસ્થા જળવાઈ રહી હતી.