પાટણઃ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની સ્થગિત થયેલી મૂલ્યાંકન કામગીરી શરૂ કરવા માટે સરકારના નિર્દેશ બાદ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને જીલ્લામાં આવેલી શેઠ એમ.એન.હાઈસ્કૂલ, પીપીજી એક્સપરીમેન્ટલ હાઈસ્કૂલ, આદર્શ હાઈસ્કૂલ તેમજ બી.ડી.સાર્વજનિક વિદ્યાલય આ ચાર મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં બી.ડી. હાઈસ્કૂલ ખાતે પાટણ અને બનાસકાંઠા જીલ્લાના 90થી વધારે શિક્ષકો આ કામગીરીમા રોકાયા છે.
પાટણમાં ધો.10-12ની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરીનો થયો પ્રારંભ - ગુજરાતમાં પેપર ચેકીંગ
સમગ્ર રાજ્યમાં લોકડાઉનના બીજા તબક્કામાં શરતોને આધીન ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને પાટણ જીલ્લાના ચાર મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં દરેક શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપાલન કરી રહ્યા છે.
પાટણમાં ધો.10-12ની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરીનો થયો પ્રારંભ
સરકાર દ્વારા જાહેર કરાયેલા કેટલાક નિર્દેશો મુજબ ઉત્તરવહીના મુલ્યાંકનમાં દરેક શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપાલન કરી રહ્યા છે, સાથેસાથે દરેક શિક્ષકોને શાળા દ્વારા સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા છે.