પાટણમાં ભાજપ દ્વારા જનતાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજોયો - Gujarati News
પાટણઃ લોકસભા ચુંટણી યોજાયા બાદ ભાજપનો ગુજરાતમાં 26 બેઠકો પર જવલંત વિજય થતા ભાજપ દ્વારા જનતાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે. ત્યારે પાટણમાં પણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભી 1 લાખ 92 હજારની જંગી લીડથી વિજેતા બનતા પાટણ ખાતે મતદારોનો અભાર માનવા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાટણ ખીતે જનતાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજોયો
પાટણના આનંદ સરોવર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ ,ભરતસિંહ ડાભી સહીત નામી, અનામી આગેવાનો હાજર રહ્યા હતા.આ સાથે જ વિજય બનેલા ભરતસિંહ ડાભીને સ્વૈચ્છિક સંસ્થાઓ ,વેપારીઓ ,શહેરના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ ,સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તો સાંસદ ભરતસિંહ ડાભીએ પણ સૌનો અભાર માની વિકાસની સાથે ચાલી સૌ મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતારવાની ખાત્રી આપી હતી.