ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લા વહીવટીતંત્રે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કર્યું - પાટણ મદદનીશ કલેકટર

રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા કાર્યક્રમ દર વર્ષે 'એટ હોમ 'કાર્યક્રમ યોજવામાં આવે છે.પાટણ જિલ્લાના એકમાત્ર સ્વતંત્ર સેનાની એવા મણીભાઈ અમીનનું પાટણ મદદનીશ કલેકટરે તેમના ઘરે જઈ તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.

Patan
પાટણ

By

Published : Aug 10, 2020, 4:04 PM IST

પાટણ : રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા કાર્યક્રમ દર વર્ષે 'એટ હોમ 'કાર્યક્રમ યોજવામાં આવે છે.જેમાં કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોવિડ 19 મહામારીના લીધે દિલ્હી ખાતે યોજાનાર સ્વાતંત્ર સેનાનીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રદ કરવામાં આવ્યો છે.તે અનુસંધાને દરેક સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈ તેમનું સન્માન કરવાની સૂચના સરકારે આપી છે.

પાટણ જિલ્લા વહીવટીતંત્રે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કર્યું

પાટણ જિલ્લાના મણુંદ ગામના 97 વર્ષીય મણીભાઈ અમીનનું પાટણ મદદનીશ કલેકટર સ્વપ્નિલ ખરે તેમના ઘરે જઈ સરકારમાંથી મોકલવામાં આવેલ અંગવસ્ત્ર અને શાલ ઓઢાળી સન્માન કર્યું હતું.

મણીભાઈ અમીનનો જન્મ ૧૨ નવેમ્બર 1923ના રોજ પાટણ તાલુકાના મણુંદ ગામે થયો હતો.તેઓ મેટ્રિકમાં હતા. ત્યારે હિંદ છોડો ચળવળ શરૂ થઈ હતી. તેમાં તેઓ જોડાયા હતા અને સભા સરઘસમાં ચોપાનીયા વહેંચતા હતા.

પાટણ જિલ્લા વહીવટીતંત્રે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કર્યું

આઝાદીના રંગે રંગાયેલા મણીભાઈએ પાટણમાં નવેમ્બર 1942માં પાટણની અંગ્રેજી શાળાના મકાનને તેમના મિત્ર વણારસીભાઈ પટેલ સાથે મળીને સળગાવી હતી. તેને લઇ તેઓ સામે વોરંટ નીકળતાં તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. થોડો સમય ઉત્તર ભારતમાં રહ્યા પછી વર્ધા ખાતે ગયા હતા. ત્યાં મધમાખી ઉછેરની તાલીમ લીધી હતી અને ત્યાંની મગન વાડીમાં મધમાખી ઉછેર નિરીક્ષક તરીકે પણ કામ કર્યું હતું.

  • 1947માં દેશ આઝાદ થયો ત્યારબાદ ભારત સરકારે આઝાદીની લડતમાં થયેલા કેસો પાછા ખેંચ્યા હતા. તે બાદ તેમણે વતનમાં આવી ખેતીનો વ્યવસાય શરૂ કર્યો હતો.
  • 1961થી 1969 અને 1975થી 1985 સુધી તેઓ ગામના સરપંચ રહ્યા હતા.
  • 1989 થી 1992 સુધી તેઓએ ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગરમાં માનવ સેવા આપી હતી હાલમાં તેઓ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે.

મણીભાઈ અમીને આજની નવી પેઢીને દેશના જ રાખવા અનુરોધ કર્યો હતો. સાથે જ વર્તમાન સ્થિતિ અને રાજકીય નેતાઓ વિશે તેઓ વ્યથિત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details