ગુજરાત

gujarat

ETV Bharat / state

સીધાડા નજીક તેલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું, તેલ લેવા લોકોની પડાપડી - Kastam Road

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા કસ્ટમ રોડ ઉપર અચાનક જ તેલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું, જેના કારણે તેલની રેલમછેલ થઈ ગઈ હતી. જોકે, આ તેલ લેવા માટે લોકો વાસણ લઈને દોડી આવ્યા હતા. પલટેલા ટેન્કરમાંથી તેલ લેવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં ટેન્કરચાલકનો બચાવ થયો હતો.

સીધાડા નજીક તેલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું, તેલ લેવા લોકોની પડાપડી
સીધાડા નજીક તેલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું, તેલ લેવા લોકોની પડાપડી

By

Published : Mar 10, 2021, 3:46 PM IST

  • ટેન્કરચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • ટેન્કરમાંથી ઢોળાયેલું તેલ ભરવા લોકોએ કરી પડાપડી
  • મોરબીથી તેલ ભરીને જયપુર તરફ જઈ રહ્યું હતું ટેન્કર

આ પણ વાંચોઃઅમદાવાદઃ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી

મોરબીઃ મોરબીથી મકાઈનું તેલ ભરીને જયપુર તરફ જવા માટે એક ટેન્કરચાલક નીકળ્યો હતો. તે દરમિયાન મંગળવારે વહેલી સવારે સાંતલપુર તાલુકાના સીધાડા કસ્ટમ પર ટેન્કર પહોંચતા અચાનક ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરચાલકે અચાનક જ સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા આ ટેમ્કર પલટી ગયું હતું. જોકે, ટેન્કર પલટી જતા ટેન્કરનું તેલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું.

કેટલાકે તેલના ખાબોચિયામાંથી વાસણમાં તેલ ભર્યું

આ પણ વાંચોઃરાજકોટમાં સિંગતેલના ભાવમાં રુપિયા 25નો વધારો, કપાસિયામાં પણ તેજી

કેટલાકે તેલના ખાબોચિયામાંથી વાસણમાં તેલ ભર્યું

આ અંગે આસપાસના લોકોને જાણ થતા તેમણે ટેન્કર પાસે તેલ લેવા પડાપડી કરી હતી. લોકો વાસણ લઈને તેલ લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા હતા અને જ્યાંથી જગ્યા મળે ત્યાંથી તેલ ભરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. કેટલાક તો રોડ પર ભરાયેલા તેલના ખાબોચિયામાંથી હાથ વડે વાસણમાં તેલ ભર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details