પાટણઃ નોરતા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઝુપડું બાંધીને વસવાટ કરતા ઠાકોર બાબુજી હેમતાજી ખેતરના ઢાળીયામાં ખાટલા પર રાત્રિ દરમિયાન સુતા હતા. તે જ સમયે કોઇ અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવી ગળાના ભાગે જોરદાર ઘા મારતા તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ આધેડની ઉપર હુમલો કરનાર ઈસમ તત્કાલ ફરાર થઈ ગયો હતો. હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે અંગે પરિવારજનોમાં અનેક ચર્ચાઓમાં કરવામાં આવી, જેમાં ખેતર ગીરો મૂકવાની બાબત બહાર આવી હતી
ખેતરની જમીન મામલે ભત્રીજાએ કાકાની હત્યા કરી
પાટણ તાલુકાના નોરતા ગામમાં રહેતા ઠાકોર પરિવારના આધેડ વયના ઈસમની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઇ હતી. જેમાં સગા ભત્રીજાએ તેના કાકાની નિર્મમ હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.
પાટણ
પરિવારના સભ્યો અને કુટુંબીજનો દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. દરમિયાન હત્યા કરનાર આરોપી એવો સગો ભત્રીજો બાલીસણા પોલીસમાં હાજર થઈ ગયો હતો. જેની પોલીસે તત્કાળ ધરપકડ કરી હતી. આ અંગે મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.